Important Information
શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ભુત,પ્રેત,આધી,વ્યાધી,ઉપાધીથી આવતા યાત્રાળુઓને ખાસ સુચના


»» પાસ મેળવવાનો સમય સવારના ૦૬:૩૦ થી ૦૮:૩૦ અને બપોરના ૦૨:૩૦ થી ૦૪:૩૦ નો રહેશે આ સમય સિવાય પાસ આપવામાં આવશે નહીં.
»» સૌપ્રથમ હનુમાનજી મંદિરના કાઉન્ટરમાંથી પાઠમાં બેસનાર વ્યકિતનું નામ લખાવી પાસ મેળવી લેવો, પાસ ફકત દર્દી નો જ આપવામાં આવશે.
»» સંતાન પ્રાપ્તિનો પ્રશ્ન હોય તો પતિ-પત્ની બંન્નેનું નામ લખાવવું.
»» પાસ લઈ પાઠમાં બેસનાર વ્યકિતને હનુમાનજી મંદિરના પ્રસાદીના નારાયણકુંડમાં ફરજિયાત સ્નાન કરાવવું.
»» સ્ત્રી હોય તો માથું બરોબર સાફ કરી વાળ છુટા રાખવા.
»» પાઠનો સમય સવારના ૦૮:૦૦ અને બપોરના ૦૪:૦૦ વાગ્યાનો રહેશે.
»» પાસ મેળવ્યા પછી વ્યકિતને હનુમાનજી મંદિરનાં કાઉન્ટર પરથી બતાવેલ જગ્યાએ સવારના ૦૭:૪૫ અને બપોરના ૦૩:૪૫ વાગ્યે બેસાડી દેવા.
»» પાસ મંદિરમાં ભગત માંગે ત્યારે આપવો.
»» પૂજા પાઠની કોઈપણ વસ્તુ અગાઉથી લેવી નહી, જયારે મહારાજ મંગાવે ત્યારે નામ લખાવ્યું હોય તે જ કાઉન્ટર પરથી લેવી.
»» મહારાજશ્રી જે રીતે પૂજાપાઠ કે માળાની વિધિ બતાવે તે શ્રધ્ધા, વિશ્વાસથી કરવી.
»» મહારાજશ્રીએ આપેલ મુદત મુજબ સારૂ થાય એટલે નીચેના સરનામે મનીઓર્ડરથી માનતાનાં નાણા મોકલાવા. મહારાજશ્રીએ રૂબરૂ આવી જવાનું કહયું હોય તો રૂબરૂ આવી જવું અને માનતા ધરી જવી.
»» મંદિરમાં આવતા દરેક ભાવિક હરિભકતોને નમ્ર વિનંતી કે મંદિરમાં પાઠની વિધિ ચાલુ હોય ત્યારે બિલકુલ શાંતિ જાળવવી.

લિ.કોઠારી શ્રી
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર,
મું.પો.સાળંગપુર હનુમાન (સૌરાષ્ટ્ર)
તા.બરવાળા, બોટાદ ,પીન: ૩૮૨૪૫૦
ફોન: (૦૨૭૧૧) ૨૪૧૨૦૨ / ૨૪૧૪૦૮
ફેકસ: ૨૪૧૨૫૦